સેલવાસમાં યુવતીની હત્યા કેસમાં આરોપી પ્રેમી નિકળ્યો
સેલવાસમાં યુવતીની હત્યા કેસમાં આરોપી પ્રેમી નિકળ્યો
Published on: 12th August, 2026

સેલવાસના ટોકરખાડામાં ચાલીની રૂમમાંથી મળી આવેલી યુવતીની લાશના ભેદ સેલવાસ પોલીસ અને યુ.પી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઉકેલ્યા છે. મૃતક યુવતીના પ્રેમી ઋષભકુમાર સિંહની યુ.પી.થી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પ્રેમિકા છોટીકુમારી સાથે લગ્ન કર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. બિહારના નવાદાનો વતની ઋષભ, ઓળખ છુપાવી વારાણસીમાં ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. અગાઉ છોટીના અપહરણનો યુ.પી.માં ગુનો નોંધાયેલો હતો.