જામનગરના દીગજામ સર્કલ પાસેથી નશાની હાલતમાં દેવભૂમિ દ્વારકાનો શખ્સ ઝડપાયો
જામનગર શહેરના દીગજામ સર્કલ પાસેથી સિટી સી-ડિવિઝન પોલીસે નશાની હાલતમાં એક શખ્સને ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાંદવાડા ગામના 38 વર્ષીય સામતભાઈ દેવાભાઈ મોઢવાડિયા પાસેથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી અને તેની આંખો લાલ હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
