દમણમાં સાંસદ ઉમેશ પટેલની અનોખી પહેલ: પ્રવાસીઓ માટે મફત રહેવા-જમવાની વ્યવસ્થા
દમણમાં સાંસદ ઉમેશ પટેલની અનોખી પહેલ: પ્રવાસીઓ માટે મફત રહેવા-જમવાની વ્યવસ્થા
Published on: 30th December, 2025

દમણમાં નવા વર્ષની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ માટે સાંસદ ઉમેશભાઈ પટેલે 'Drink and Drive'થી બચાવવા મફત રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. 31મી ડિસેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓ માટે આ વ્યવસ્થા નાની દમણના ભેસલોર વિસ્તારમાં કોળી સમાજ હોલમાં કરવામાં આવી છે, જેથી નિર્દોષ લોકો હેરાન ન થાય અને સુરક્ષિત રીતે નવું વર્ષ ઉજવી શકે. પ્રવાસીઓને દારૂ પીને વાહન ન ચલાવવા અપીલ કરી છે.