ઝાલાવાડની બહેનોએ પોસ્ટ મારફતે 80 હજારથી વધુ રાખડી મોકલી,
ઝાલાવાડની બહેનોએ પોસ્ટ મારફતે 80 હજારથી વધુ રાખડી મોકલી,
Published on: 11th August, 2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નજીક આવતાં જ ઝાલાવાડની બજારો રાખડીઓની વિવિધતાથી સજાવવામાં આવી છે. રાજ્ય અને દેશ-વિદેશમાં વસતા ભાઈઓ સુધી બહેનોનો પ્રેમ પહોંચાડવા પોસ્ટ અને કુરિયર સેવાઓ સજ્જ છે. ગત વર્ષે સુરેન્દ્રનગર પોસ્ટ વિભાગ દ્વારા 80,000 થી વધુ રાખડીઓ પહોંચાડાઈ હતી. આ વર્ષે વોટરપ્રૂફ અને સ્ક્રેચપ્રૂફ રૂ. 10ના ખાસ કવરમાં રાખડી મોકલી શકાય છે. ભાવ વધારાને કારણે સોનાની રાખડીનું વેચાણ ઘટ્યું છે, જ્યારે ચાંદી અને રૂદ્રાક્ષની માંગ વધી છે. બાળકો માટે લાઈટિંગ, ટેડીબેર, ટચસ્ક્રીન અને વયસ્કો માટે સુખડ, રૂદ્રાક્ષ જેવી રાખડીઓ ઉપલબ્ધ છે.