સિન્ટામાં પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરે સામે બળવો, આઠ એક્ઝિક્યુટિવ સભ્યોનાં રાજીનામાં
સિન્ટામાં પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરે સામે બળવો, આઠ એક્ઝિક્યુટિવ સભ્યોનાં રાજીનામાં
Published on: 11th August, 2026

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિન્ટા) માં પ્રમુખ પૂનમ ધિલ્લોન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપુરે સામે એક્ઝિક્યુટિવ કમિટીના આઠ સભ્યોએ બળવો પોકાર્યો છે. તેઓએ તેમની "જોહુકમી" સામે પત્ર લખી સાગમટે રાજીનામાં આપી દીધા છે. સિન્ટાની જનરલ સેક્રેટરી ઉપાસનાસિંહે કુલ ૧૧ સભ્યોના રાજીનામાં મળ્યાનું જણાવ્યું, જેમાં આઠ એક્ઝિક્યુટિવ કમિટીના છે. જોકે, કમિટીનું વિસર્જન કરવા માટે ૫૦% કરતાં વધુ રાજીનામાં જરૂરી છે. સભ્યોએ હોદ્દેદારો પર સત્તાનો દુરુપયોગ અને કારોબારથી નાસીપાસ થવાનો આરોપ લગાવ્યો છે.