રાજકુમાર રાવની 'પ્રહાર' સપ્ટે.માં 'મિર્ઝાપુર
રાજકુમાર રાવની 'પ્રહાર' સપ્ટે.માં 'મિર્ઝાપુર
Published on: 11th August, 2026

મુંબઈ: રાજકુમાર રાવની ફિલ્મ 'પ્રહાર' હવે ૪ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, જેના કારણે બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર 'મિર્ઝાપુર: ધ મૂવી' સાથે થશે. અવિનાશ અરૂણ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતના સૌથી ચર્ચિત કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ કરાઈ રહી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવે આતંકી કસાબને ફાંસી અપાવનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે. ઉજ્જવલ નિકમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ પણ ફિલ્મમાં દર્શાવાશે.