'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ' : પીઠના શણગારનો નવો ટ્રેન્ડ
'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ' : પીઠના શણગારનો નવો ટ્રેન્ડ
Published on: 11th August, 2026

અલંકારોમાં ગળા અને આગળના ભાગ કરતાં હવે પીઠના શણગારને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આધુનિક મહિલાઓ ફોટો અને વિડીયો શૂટમાં પોતાની સુંદરતા પાછળથી પણ પ્રદર્શિત કરવા માંગે છે. બેકલેસ ચોલી અને ગાઉનની ફેશનને કારણે પીઠને શોભાવતી જ્વેલરી, જેને 'બેક જ્વેલરી' કહેવાય છે, તેનો ટ્રેન્ડ વધ્યો છે. જ્વેલરી ડિઝાઇનરો આને 'બેક ઇઝ ન્યુ ફ્રન્ટ' તરીકે ઓળખાવે છે, જે દર્શાવે છે કે હવે માત્ર આગળના દેખાવ પર જ નહીં, પણ પીઠના સૌંદર્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.