મેઘાલય અને અરુણાચલ પ્રદેશ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને આત્મ-શોધની અદ્ભુત યાત્રા
મેઘાલય અને અરુણાચલ પ્રદેશ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને આત્મ-શોધની અદ્ભુત યાત્રા
Published on: 11th August, 2026

ડૉ. મિત્તલ પટેલની ગુવાહાટીથી શરૂ થયેલી આ અદ્ભુત સફર વિશ્વવિખ્યાત કામાખ્યા શક્તિપીઠ મંદિરથી શરુ થઇ, જ્યાં દર્શન માત્ર દૃષ્ટિ નહીં, અનુભૂતિનો વિષય બન્યો. ઉમાનંદ મંદિર અને ઉમિયમ લેકના "આંસુના પાણી" ની લોકવાયકા માણ્યા બાદ, શિલોંગ, "પૂર્વનું સ્કોટલેન્ડ" અને "વાદળોના નગર" ના મનોહર દ્રશ્યોમાં ખોવાયા. અહીં જીવંત રૂટ બ્રિજ, ડૌકી નદીનું કાચ જેવું સ્વચ્છ પાણી, અને વિશ્વના સૌથી સ્વચ્છ ગામ માવલીનોંગની મુલાકાત લીધી. ચેરાપુંજીના વાદળો, એલિફન્ટ અને સેવન સિસ્ટર વોટરફોલના સૌંદર્યએ મંત્રમુગ્ધ કર્યા. અંતે, અરુણાચલ પ્રદેશના તવાંગ મોનેસ્ટરી અને દિરાંગના રમણીય સ્થળોએ પ્રવાસ સમાપ્ત થયો.