મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઈ: 6થી 60 વર્ષના કલાકારોએ ભાગ લીધો
મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઈ: 6થી 60 વર્ષના કલાકારોએ ભાગ લીધો
Published on: 29th December, 2025

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઈ. 6થી 60 વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધો, જેમાં રાજકોટ, જામનગર, અમદાવાદના સ્પર્ધકો જોડાયા. સ્પર્ધા દશાશ્રી માળીની વાડી ખાતે યોજાઈ હતી. વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સ્પર્ધા ઘણા વર્ષોથી આયોજિત થાય છે.