8000 ખૈલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા: ‘મારું મન મોર બની થનગાટ કરે’ : મહારાસે રંગ જમાવ્યો.
8000 ખૈલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા: ‘મારું મન મોર બની થનગાટ કરે’ : મહારાસે રંગ જમાવ્યો.
Published on: 30th December, 2025

ભુજમાં કીર્તિ વરસાણી ફેઈમ સંગીત સંધ્યામાં જૂના-નવા ફિલ્મી ગીતો અને ગુજરાતી-પંજાબી સંગીતે શ્રોતાઓને રસતરબોળ કર્યા. રાસોત્સવમાં 8000 ખેલૈયાઓએ રંગ જમાવ્યો હતો. મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલના રજત જયંતી પર્વની ઉજવણી સમાજ માટે યાદગાર બની. વડીલોએ પણ રાસ માણ્યા હતા. કાર્યક્રમમાં અનિરુદ્ધ આહિર અને પૂનમ ગઢવી જેવા કલાકારોએ પણ સુંદર પ્રસ્તુતિઓ આપી હતી. એરકેસ્ટ્રા ટીમના લીડર કીર્તિભાઈનું સન્માન કરાયું હતું. લકી ડ્રોના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.