સ્વાતંત્રય પર્વ નિમિત્તે વિન્ટેજ કારોનો ભવ્ય નજારો
સ્વાતંત્રય પર્વ નિમિત્તે વિન્ટેજ કારોનો ભવ્ય નજારો
Published on: 18th August, 2026

સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણીના ભાગરૂપે જામનગરમાં જૂની અને અતિ દુર્લભ કારોનું નગર ભ્રમણ યોજાયું હતું. શહેરના રાજમાર્ગો પરથી વિન્ટેજ, બેલર અને સિગ્નેચર મોડેલની છ જેટલી અલભ્ય કારો પસાર થતાં જ નગરજનોમાં ભારે આકર્ષણ જાગ્યું હતું. લોકો આ રેર કાર્સને નિહાળી શકે અને તેની સાથે યાદગાર તસવીરો પડાવી શકે તેવા હેતુથી પ્રમોદસિંહ જાડેજા અને તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર-પરિભ્રમણ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ રાષ્ટ્રધ્વજથી સુસજ્જ કારો સાથે યોજાયેલા ભ્રમણમાં અસંખ્ય નાગરિકોએ કારને નિહાળી ઉત્સાહપૂર્વક ફોટોગ્રાફી કરી હતી.