NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લખીસરાઈના પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો નકલી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે નકલી અને અસલી ઉમેદવાર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા આપવા માટે 30થી 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. આ મામલાના તાર નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય શંકાસ્પદ સહિત ત્રણ MBBS વિદ્યાર્થીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
અમદાવાદના રોહિત નામના યુવક, જે ક્રિકેટનો દિવાનો હતો, તેણે તાજેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેની અંતિમયાત્રામાં 100 થી વધુ મિત્રો બેટ અને બોલ સાથે જોડાયા અને તેમણે કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આ અનોખી અંતિમયાત્રાએ સૌને ભાવુક કરી દીધા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રોહિતને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીઓ મળતી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
ગૌતમ અદાણીનો વસિયતનામા વિના વ્યવસાય સોંપણી માસ્ટરસ્ટ્રોક: પુત્રો અને ભત્રીજાઓને ગ્રુપનું સંચાલન
ગૌતમ અદાણીએ પારિવારિક વિવાદોને ટાળવા માટે એક ચતુરાઈભર્યો માર્ગ અપનાવ્યો છે. પોતાના 64મા જન્મદિવસ નિમિત્તે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિએ વસિયતનામું બનાવ્યા વિના જ પોતાના બંને પુત્રો અને ભત્રીજાઓને અદાણી ગ્રુપના વિવિધ વ્યવસાયોનું સંચાલન સોંપ્યું છે. આ ચાર યુવા લીડર હાલમાં પોર્ટ્સ, એરપોર્ટ્સ, ગ્રીન એનર્જી, અને એન્ટરપ્રાઇઝિસના વિવિધ પ્રોજેક્ટ્સ જેવી મુખ્ય શાખાઓ સંભાળી રહ્યા છે. એક ગુપ્ત પારિવારિક કરાર દ્વારા, ભવિષ્યમાં ગ્રુપના સમાન માલિકી હક્ક સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જેનાથી શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ શક્ય બનશે.
ગૌતમ અદાણીનો વસિયતનામા વિના વ્યવસાય સોંપણી માસ્ટરસ્ટ્રોક: પુત્રો અને ભત્રીજાઓને ગ્રુપનું સંચાલન
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash, UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
છોટાઉદેપુર: કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા, ગ્રામજનોની હાલાકી
કવાંટ તાલુકાના નાખલ, મોગરા અને કરવી જેવા અંતરિયાળ ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નેટવર્ક નબળું પડતાં, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં 108 જેવી ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. ગ્રામજનોએ BSNLના કનેક્શન લીધા છે, પરંતુ માત્ર 10માંથી 2 દિવસ જ નેટવર્ક ચાલુ રહે છે. અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં ન લેવાતા, સરપંચો અને આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
છોટાઉદેપુર: કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા, ગ્રામજનોની હાલાકી
ડભોઇ: અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા, વાહનચાલકોને મુશ્કેલી
ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.
ડભોઇ: અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા, વાહનચાલકોને મુશ્કેલી
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી, બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
રાધનપુર નજીક એક પુલ પર લોડિંગ રિક્ષા પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાસ્પા ગામના બે યુવાનો લોડિંગ રિક્ષામાં લીંબોળી વેચવા જતી વખતે રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણા ખાતે રિફર કરાયો.
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી, બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
છોટાઉદેપુર: નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અભેસિંહ તડવીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે રૂા. 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું. અમરોલી ગામે રૂા. 2.94 કરોડના ખર્ચે આધુનિક કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન થયું, જેનાથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર: નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
ડભોઈ: ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
ડભોઈમાં ચોમાસાની તૈયારીઓ નિષ્ફળ નીવડી રહી છે. સરિતા ફાટકથી નીલકંઠ અને ગાયત્રી સોસાયટી સુધીના વરસાદી કાંસ માટી અને કચરાથી ભરાઈ ગયા છે. આ કારણે દર ચોમાસે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેનાથી રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને નુકસાન થાય છે. સ્થાનિકોએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આજે રહીશોએ ભેગા મળીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી છે.
ડભોઈ: ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
હિંમતનગર: ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી, સુવિધાઓનો અભાવ
હિંમતનગર નજીક ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ, એકસાથે માત્ર ત્રણ ટ્રેક્ટર લેવાતાં લાંબી કતાર, અને ગોડાઉનમાં અનાજ ખાલી કર્યા બાદ બેગમાં ભરવાની ધીમી ગતિને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદ કેન્દ્ર પર બેસવાની, છાંયડાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂત આલમમાં રોષ વ્યાપ્યો છે.
હિંમતનગર: ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી, સુવિધાઓનો અભાવ
વડોદરા: પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ બાદ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કરાયો.
વડોદરા: પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલ: બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મુખ્ય અતિથિ સંદિપસિંહ એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૩૦ દીકરીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો, જેમાં બાલવાટિકામાં ૨૦ અને ધો.૧માં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. દાતાઓ દ્વારા દફ્તર અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. સંદીપસિંહ ગોહિલે શાળાની પ્રગતિની પ્રશંસા કરી અને દીકરીઓને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા ઉદાહરણો આપ્યા.
પંચમહાલ: બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
હિંમતનગર: સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા, એક વ્યક્તિની ધરપકડ
હિંમતનગર : સાબરકાંઠા એસઓજીએ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોલી ગામમાં એક ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરનાર ઉનાજી દિનેશભાઈ ખરાડીને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે દરોડો પાડી 15.580 કિલોગ્રામ વજનના ગાંજાના 10 છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 7.79 લાખ છે. આ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ઉનાજી ખરાડી સામે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર: સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા, એક વ્યક્તિની ધરપકડ
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના બાયપાસ રોડ પર ફરજ પર જઈ રહેલા પોલીસ કર્મી અરવિંદભાઈ ગમારને બુધવારે એક અજાણી કારના ચાલકે ટોલટેક્ષ નજીક પુરઝડપે વાહન હંકારી અડફેટે લેતાં તેમને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે CCTV ફુટેજની ચકાસણી કરીને કારચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
હિંમતનગર: કતપુર ટોલટેક્ષ પાસેથી રૂપિયા 3.53 લાખની બીયર સાથે બે શખ્સો ઝડપાયા.
પ્રાંતિજ પોલીસ સ્ટેશન હેઠળ કતપુર ટોલટેક્ષ પાસે બાતમીના આધારે પોલીસે એક કાર ઝડપી પાડી. આ કારમાંથી રૂ.3.53 લાખની 1080 બીયરની બોટલો મળી આવી. પોલીસે નિલદીપસિંહ ગોહિલ અને યોગેશસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ રાઠોડની અટકાયત કરી. તેઓએ કબૂલાત કરી કે બીયરનો જથ્થો ઉદેપુરના તેજપાલસિંહ દ્વારા દ્વારકાના દાતાના પ્રદિપસિંહને મોકલવાનો હતો. પોલીસે બંને ઝડપાયેલા અને અન્ય બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હિંમતનગર: કતપુર ટોલટેક્ષ પાસેથી રૂપિયા 3.53 લાખની બીયર સાથે બે શખ્સો ઝડપાયા.
ગોધરા: વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ, ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાલોલ તાલુકાના વેજલપુર અને બેઢીયા વિસ્તારની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો. ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.એસ. જે. જોશીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપી. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા મહેનત કરવાની શીખ આપી. વેજલપુર ક્લસ્ટરમાં વિવિધ ધોરણોમાં બાળકોને પ્રવેશ અપાયો. જ્યારે બેઢીયા ક્લસ્ટરમાં કરુણેશ વિદ્યામંદિર શાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો.
ગોધરા: વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ, ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે વેપારીઓ ઝડપાયા છે. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે મોડાસાની બે અલગ-અલગ દુકાનો પર દરોડા પાડ્યા હતા. મી શુઝ નામની દુકાનમાંથી રૂ.1.70 લાખના 170 જોડી અને બુલેટ નામની દુકાનમાંથી રૂ.95,000ના 95 જોડી નકલી ફૂટવેર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2,65,000નો મુદ્દામાલ કબજે કરી બંને વેપારીઓ વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું સરકારની પ્રાથમિકતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના શિક્ષણ અભિયાનને કારણે આદિવાસી પટ્ટાના બાળકો ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
ગોધરા: પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું, વિકાસ કામોની ગુણવત્તા પર પ્રશ્નાર્થ
ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામમાં પ્રથમ વરસાદમાં જ નવા બનેલા નાળાનું ધોવાણ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાત વર્ષ જૂનું સમાંતર નાળું હજી અકબંધ છે, જ્યારે નવું નાળું તૂટી ગયું છે. આ ઉપરાંત, ગામમાં 33 શૌચાલય બન્યા વિના જ નાણાં ઉપડી ગયા છે અને શોષ ખાડા સહિતના વિકાસ કાર્યો પણ યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ છે. સ્થાનિકોએ જીલ્લા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરી તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે, નહિંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગોધરા: પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું, વિકાસ કામોની ગુણવત્તા પર પ્રશ્નાર્થ
સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
અંકલેશ્વર તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ્ ભરૂચ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમની નિષ્ઠા, નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બદલ તેમને આ પ્રમાણપત્ર અને સન્માન મળ્યું. રાષ્ટ્રની ઉન્નતિ માટે સમર્પિત ભાવે કામ કરતા આવા લોકોનું સન્માન જરૂરી છે. આ પુરસ્કાર બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ્ ભરૂચનો આભાર માન્યો.
સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
હિંમતનગર બાયપાસ રોડ પર કારની ટક્કરથી કોન્સ્ટેબલ ઘાયલ, ચાલક ફરાર
હિંમતનગર જીઆરપી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ગમારને બાયપાસ રોડ પર ટોલટેક્સ નજીક પુરપાટ ઝડપે આવતી અજાણી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે CCTV ફૂટેજ આધારે કાર શોધી કાઢી હતી, જે ડ્રાઇવિંગ સ્કૂલની હોવાનું જાણવા મળ્યું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બાયપાસ રોડ પર કારની ટક્કરથી કોન્સ્ટેબલ ઘાયલ, ચાલક ફરાર
RTO ટ્રેક 6 દિવસ બાદ શરૂ: બેકલોગ દૂર કરવા રોજના 50 વધારાના વાહનોના ટેસ્ટ
ગાંધીનગર RTO માં 6 દિવસથી બંધ પડેલી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી પુનઃ શરૂ થઈ ગઈ છે. સેન્સર આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને કેટેગરીના ટેસ્ટ બંધ રાખવા પડ્યા હતા. ખામી દૂર થતાં જ બેકલોગ નિવારવા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી ચૂકેલા અને અટવાયેલા અરજદારો માટે કામગીરીની ગતિ વધારાઈ છે. હવે રોજ 50 વધારાના વાહનોના ટેસ્ટ લેવાશે.
RTO ટ્રેક 6 દિવસ બાદ શરૂ: બેકલોગ દૂર કરવા રોજના 50 વધારાના વાહનોના ટેસ્ટ
હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો ગુસ્સો, પોલીસની લાપરવાહી પર રોષ
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક ડ્રેનેજ લાઇનના કામને કારણે થયેલા ભારે ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ફસાયા હતા. હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા, પરંતુ રસ્તા પર એક પણ પોલીસ જવાન જોવા મળ્યો નહોતો. આ પોલીસની બેદરકારી અને અણઘડ વ્યવસ્થા જોઈને નીતિન પટેલ ખૂબ જ અકળાયા હતા. તેમણે સીધા કલોલ DySPની કચેરીએ પહોંચી પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.
હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો ગુસ્સો, પોલીસની લાપરવાહી પર રોષ
ગ્રામ્ય કોર્ટના જજ સામે ડિસ્ટ્રિક્ટ બારનો વિરોધ: જામીન અરજીઓમાં વિલંબ મુદ્દે ગંભીર આક્ષેપો
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશને જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ. કે. ઉપાધ્યાયના તોછડા વર્તન, જુનિયર વકીલોને બહાર કાઢવા અને જામીન અરજીઓના ચુકાદામાં વિલંબ જેવા ગંભીર આક્ષેપો અંગે મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ કે. જી. સોજિત્રાને લેખિત ફરિયાદ કરી છે. જો આ મનસ્વી વલણ નહીં બદલાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુપ્રીમ અને હાઈકોર્ટની જુનિયર વકીલોને પ્રોત્સાહન આપવાની વાતથી વિપરીત, જજ કેસ શીખવા બેઠેલા જુનિયરોને પણ બહાર કાઢી મૂકે છે. આક્ષેપો અનુસાર, જજ સ્ટાફ અને વકીલોને સતત ભય હેઠળ રાખે છે.
ગ્રામ્ય કોર્ટના જજ સામે ડિસ્ટ્રિક્ટ બારનો વિરોધ: જામીન અરજીઓમાં વિલંબ મુદ્દે ગંભીર આક્ષેપો
ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ શહેરમાં તાજીયા જૂલુસ યોજાનાર છે. આ જૂલુસ ફાટા તળાવથી શરૂ થઈ ફુરજા બંદર સુધી પહોંચશે. આયોજનના કારણે, 25મી જૂનની રાત્રે 9 વાગ્યાથી 26મી જૂનની સવારે 4 વાગ્યા સુધી અને 26મી જૂનની બપોરે 3 વાગ્યાથી 27મી જૂનની સવારે 4 વાગ્યા સુધી, ફાટા તળાવથી જુમ્મા મસ્જિદ અને ફુરજા બંદર સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. લોકોને ટ્રાફિક જામ અને અસુવિધા ટાળવા માટે પાંચબત્તી, લલ્લુભાઈ ચકલા, જુનાબજાર, વસંત મીલ ઢાળ અને પીરકાંઠી જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી છે.
ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
૧૦૧૩ જોડાણો તપાસી ૩૨.૧૫ લાખની વીજચોરી ઝડપી, ૩૪ કેસો કરાયા
ભરૂચ જિલ્લામાં વીજ વિભાગે સતત બીજા દિવસે વીજ ચોરી સામે સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું. વહેલી સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન વરેડિયા, સેગવા, કહાન, કોઠી, વાતરસા અને કુરચણ સહિતના વિસ્તારોમાં ૨૫ ટીમો દ્વારા ૭ કલાકમાં ૧૦૧૩ વીજ જોડાણો તપાસવામાં આવ્યા. આ તપાસમાં કુલ ૩૪ કિસ્સામાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરતા કુલ રૂપિયા ૩૨.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી વીજ ચોરીને અટકાવવા માટે વિભાગ સતત પ્રયાસર છે.
૧૦૧૩ જોડાણો તપાસી ૩૨.૧૫ લાખની વીજચોરી ઝડપી, ૩૪ કેસો કરાયા
સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ: મહિલાઓ બનાવશે 1600 સાયકલ, બાળકોને મળશે ભેટ
કઠવાડા નજીક આવેલા સિંગરવા ગામમાં પંચાયત દ્વારા બાળકોને શાળા જવા માટે અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. ગામની મહિલાઓ 'મેક ઈન સિંગરવા' ટેગ સાથે 1600 સાયકલ તૈયાર કરશે. આ યોજનાથી બાળકોને સાયકલ મળશે અને ગામની 500 મહિલાઓને રોજગારી સાથે આત્મનિર્ભર બનવાની તક મળશે. ગામલોકોના લોકફાળાથી 65 લાખના ખર્ચ સામે 45 લાખ એકત્ર થયા છે. મહિલાઓને સાયકલ પાર્ટ્સ જોડવાની તાલીમ આપવામાં આવશે, અને તૈયાર થયેલી સાયકલ પર મહિલાનું નામ અને 'મેક ઈન સિંગરવા' ટેગ હશે. આ 'નવચક્ર યોજના' મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત ઝુંબેશને આગળ ધપાવશે.
સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ: મહિલાઓ બનાવશે 1600 સાયકલ, બાળકોને મળશે ભેટ
અરવલ્લી LCB દ્વારા ગુમ થયેલા રૂ.3.86 લાખના 18 મોબાઈલ શોધી માલિકોને પરત કરાયા
અરવલ્લી જિલ્લા LCBએ ટેકનિકલ વિભાગની મદદથી, છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા રૂ. 3.86 લાખની કિંમતના 18 એન્ડ્રોઇડ મોબાઈલ શોધી કાઢ્યા છે. આ મોબાઈલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરાયા. પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સુચના બાદ, CEIR PORTAL અને ટેકનિકલ સ્ટાફની મદદથી આ સફળતા મળી. LCB દ્વારા જનતાના પ્રશ્નોના નિરાકરણની પ્રતિબદ્ધતા અહીં સાર્થક થઈ છે.
અરવલ્લી LCB દ્વારા ગુમ થયેલા રૂ.3.86 લાખના 18 મોબાઈલ શોધી માલિકોને પરત કરાયા
મોડાસામાં એસઓજીના દરોડા: 2.65 લાખના નકલી Nike બૂટ-ચપ્પલ મળ્યા
મોડાસા શહેરમાં એસઓજી (SOG) ટીમે નાઇક (Nike) કંપનીના અધિકારી સાથે મળીને મોટા પાયે નકલી બૂટ અને ચપ્પલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પૂર્ણિમા હોટલ પાસે આવેલી મિ શૂઝ (Mi Shoes) અને હજીરા વિસ્તારની બુલેટ (Bullet) નામની દુકાનોમાંથી કુલ રૂપિયા 2.65 લાખની કિંમતના નકલી નાઇક (Nike) માર્કાવાળા શૂઝ મળ્યા હતા. દિલ્હી સ્થિત નાઇક (Nike) કંપનીના અધિકારીને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બે વેપારીઓ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.