ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
Published on: 25th June, 2026

ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.