રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
રાધનપુર નજીક એક પુલ પર લોડિંગ રિક્ષા પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાસ્પા ગામના બે યુવાનો લોડિંગ રિક્ષામાં લીંબોળી વેચવા જતી વખતે રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણા ખાતે રિફર કરાયો.
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
અમદાવાદના રોહિત નામના યુવક, જે ક્રિકેટનો દિવાનો હતો, તેણે તાજેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેની અંતિમયાત્રામાં 100 થી વધુ મિત્રો બેટ અને બોલ સાથે જોડાયા અને તેમણે કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આ અનોખી અંતિમયાત્રાએ સૌને ભાવુક કરી દીધા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રોહિતને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીઓ મળતી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash(બિકેશ), UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
૯૧ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ પ્રભાવતીબેને 'નાનીસ નાસ્તા' નામનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો. દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠીને તેઓ દિલ્હીવાસીઓ માટે ઢોકળા, દાળ ઢોકળી, થેપલાં જેવી વાનગીઓ બનાવે છે. તેમની અદભૂત સફર જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના પ્રશંસક બન્યા છે. પ્રભાવતીબેન કમાણીના હેતુથી નહીં, પણ પ્રવૃત્તિમય રહેવા અને સમાજસેવા માટે આ વ્યવસાય કરે છે. તેમને 'યંગેસ્ટ શેફ ઇન ઇન્ડિયા'નો એવોર્ડ પણ મળ્યો છે.
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
કવાંટ તાલુકાના નાખલ, મોગરા અને કરવી જેવા અંતરિયાળ ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નેટવર્ક નબળું પડતાં, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં 108 જેવી ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. ગ્રામજનોએ BSNLના કનેક્શન લીધા છે, પરંતુ માત્ર 10માંથી 2 દિવસ જ નેટવર્ક ચાલુ રહે છે. અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં ન લેવાતા, સરપંચો અને આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાટણ શહેરમાં આગામી 25 અને 26 જુનના દિવસે યોજાનાર મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતીપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે મહોરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે ચર્ચા કરી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા સહિત જુલુસ દરમિયાન તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અભેસિંહ તડવીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે રૂા. 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું. અમરોલી ગામે રૂા. 2.94 કરોડના ખર્ચે આધુનિક કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન થયું, જેનાથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
આગામી સમયમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતીપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર સંપન્ન થાય તેવા હેતુથી સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા તાલુકાના સરિયદ અને દેલીયાથર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સરસ્વતી પીઆઈ જે.આર ચૌધરી સહિતના સ્ટાફે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને શાંતીપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
ડભોઈમાં ચોમાસાની તૈયારીઓ નિષ્ફળ નીવડી રહી છે. સરિતા ફાટકથી નીલકંઠ અને ગાયત્રી સોસાયટી સુધીના વરસાદી કાંસ માટી અને કચરાથી ભરાઈ ગયા છે. આ કારણે દર ચોમાસે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેનાથી રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને નુકસાન થાય છે. સ્થાનિકોએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આજે રહીશોએ ભેગા મળીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી છે.
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
હિંમતનગર નજીક ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ, એકસાથે માત્ર ત્રણ ટ્રેક્ટર લેવાતાં લાંબી કતાર, અને ગોડાઉનમાં અનાજ ખાલી કર્યા બાદ બેગમાં ભરવાની ધીમી ગતિને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદ કેન્દ્ર પર બેસવાની, છાંયડાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂત આલમમાં રોષ વ્યાપ્યો છે.
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ બાદ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કરાયો.
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મુખ્ય અતિથિ સંદિપસિંહ એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૩૦ દીકરીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો, જેમાં બાલવાટિકામાં ૨૦ અને ધો.૧માં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. દાતાઓ દ્વારા દફ્તર અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. સંદીપસિંહ ગોહિલે શાળાની પ્રગતિની પ્રશંસા કરી અને દીકરીઓને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા ઉદાહરણો આપ્યા.
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
છોટાઉદેપુરના બોડેલીમાં સોમનાથ સોસાયટી ખાતે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકીની રેલિંગ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ટાંકીની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યા છે. લગભગ 30-35 વર્ષ જૂની આ ટાંકીના પિલરોમાં તિરાડો પડી છે અને તેના કાંકરા તથા પોપડા પણ નીચે પડે છે. લોકો તાત્કાલિક સમારકામ અને નવી ટાંકીની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના બાયપાસ રોડ પર ફરજ પર જઈ રહેલા પોલીસ કર્મી અરવિંદભાઈ ગમારને બુધવારે એક અજાણી કારના ચાલકે ટોલટેક્ષ નજીક પુરઝડપે વાહન હંકારી અડફેટે લેતાં તેમને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે CCTV ફુટેજની ચકાસણી કરીને કારચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાલોલ તાલુકાના વેજલપુર અને બેઢીયા વિસ્તારની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો. ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.એસ. જે. જોશીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપી. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા મહેનત કરવાની શીખ આપી. વેજલપુર ક્લસ્ટરમાં વિવિધ ધોરણોમાં બાળકોને પ્રવેશ અપાયો. જ્યારે બેઢીયા ક્લસ્ટરમાં કરુણેશ વિદ્યામંદિર શાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો.
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે વેપારીઓ ઝડપાયા છે. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે મોડાસાની બે અલગ-અલગ દુકાનો પર દરોડા પાડ્યા હતા. મી શુઝ નામની દુકાનમાંથી રૂ.1.70 લાખના 170 જોડી અને બુલેટ નામની દુકાનમાંથી રૂ.95,000ના 95 જોડી નકલી ફૂટવેર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2,65,000નો મુદ્દામાલ કબજે કરી બંને વેપારીઓ વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું સરકારની પ્રાથમિકતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના શિક્ષણ અભિયાનને કારણે આદિવાસી પટ્ટાના બાળકો ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામમાં પ્રથમ વરસાદમાં જ નવા બનેલા નાળાનું ધોવાણ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાત વર્ષ જૂનું સમાંતર નાળું હજી અકબંધ છે, જ્યારે નવું નાળું તૂટી ગયું છે. આ ઉપરાંત, ગામમાં 33 શૌચાલય બન્યા વિના જ નાણાં ઉપડી ગયા છે અને શોષ ખાડા સહિતના વિકાસ કાર્યો પણ યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ છે. સ્થાનિકોએ જીલ્લા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરી તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે, નહિંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
સોલડી ગામમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી રદ્દ કરાવવા ગ્રામજનોનો મક્કમ નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં દેવયોગી હેલ્થકેર કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફળદ્રુપ જમીન અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી આ પ્લાન્ટને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન આપવા અને તેને અહીં શરૂ થતો અટકાવવા માટે એકતા દર્શાવી છે. આ વિરોધમાં મહિલાઓ પણ સક્રિયપણે જોડાઈ છે.
સોલડી ગામમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી રદ્દ કરાવવા ગ્રામજનોનો મક્કમ નિર્ણય
સાયલામાં મશીનરીના બોક્ષની આડમાં દારૂની હેરાફેરીનું કરતૂત પકડાયું
સાયલા નજીક ઢેઢુકી ગામ પાસે હોટેલ નાગરાજના પરિસરમાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે દરોડો કર્યો. પોલીસથી બચવા માટે લાકડાના મશીનરીના મોટા બોક્ષની અંદર છુપાવેલી 624 પેટીમાં ભરેલો વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આ સાથે હરિયાણાના ટ્રક ચાલક હરિસિંહ કાલુરામને ઝડપી લેવાયો. આ કારસ્તાનમાં સામેલ કુલ ચાર આરોપીઓ સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. SMC એ 63.09 લાખ રૂપિયાનો દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 93.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાયલામાં મશીનરીના બોક્ષની આડમાં દારૂની હેરાફેરીનું કરતૂત પકડાયું
અંકલેશ્વર ખાતે વિશ્વ સંગીત દિને સ્વર સન્માન સંધ્યા યોજાઈ
વિશ્વ સંગીત દિવસ અને ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે ગાનાં મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારે સાંજે અંકલેશ્વર GIDCના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્વર સન્માન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગાયકો ડો. હેમંત દેસાઈ, દેવેશ દવે તથા અનુપ જૈન, સુનિલ ભટ્ટ દ્વારા લોકપ્રિય ગીતોની રજૂઆત કરાઇ હતી. જે પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પુજારા, એન.કે.નાવડીયા, હિતેન આનંદપુરા, હરીશ જોશી સહિતના ઉદ્યોગ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ખાતે વિશ્વ સંગીત દિને સ્વર સન્માન સંધ્યા યોજાઈ
હિંમતનગર બાયપાસ રોડ પર કારની ટક્કરથી કોન્સ્ટેબલ ઘાયલ
હિંમતનગર જીઆરપી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ગમારને બાયપાસ રોડ પર ટોલટેક્સ નજીક પુરપાટ ઝડપે આવતી અજાણી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે CCTV ફૂટેજ આધારે કાર શોધી કાઢી હતી, જે ડ્રાઇવિંગ સ્કૂલની હોવાનું જાણવા મળ્યું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બાયપાસ રોડ પર કારની ટક્કરથી કોન્સ્ટેબલ ઘાયલ
RTO ટ્રેક 6 દિવસ બાદ શરૂ: બેકલોગ દૂર કરવા રોજના 50 વધારાના વાહનોના ટેસ્ટ
ગાંધીનગર RTO માં 6 દિવસથી બંધ પડેલી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી પુનઃ શરૂ થઈ ગઈ છે. સેન્સર આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને કેટેગરીના ટેસ્ટ બંધ રાખવા પડ્યા હતા. ખામી દૂર થતાં જ બેકલોગ નિવારવા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી ચૂકેલા અને અટવાયેલા અરજદારો માટે કામગીરીની ગતિ વધારાઈ છે. હવે રોજ 50 વધારાના વાહનોના ટેસ્ટ લેવાશે.
RTO ટ્રેક 6 દિવસ બાદ શરૂ: બેકલોગ દૂર કરવા રોજના 50 વધારાના વાહનોના ટેસ્ટ
હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલનો ગુસ્સો
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક ડ્રેનેજ લાઇનના કામને કારણે થયેલા ભારે ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ફસાયા હતા. હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા, પરંતુ રસ્તા પર એક પણ પોલીસ જવાન જોવા મળ્યો નહોતો. આ પોલીસની બેદરકારી અને અણઘડ વ્યવસ્થા જોઈને નીતિન પટેલ ખૂબ જ અકળાયા હતા. તેમણે સીધા કલોલ DySPની કચેરીએ પહોંચી પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.
હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલનો ગુસ્સો
ગ્રામ્ય કોર્ટના જજ સામે ડિસ્ટ્રિક્ટ બારનો વિરોધ: જામીન અરજીઓમાં વિલંબ મુદ્દે ગંભીર આક્ષેપો
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશને જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ. કે. ઉપાધ્યાયના તોછડા વર્તન, જુનિયર વકીલોને બહાર કાઢવા અને જામીન અરજીઓના ચુકાદામાં વિલંબ જેવા ગંભીર આક્ષેપો અંગે મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ કે. જી. સોજિત્રાને લેખિત ફરિયાદ કરી છે. જો આ મનસ્વી વલણ નહીં બદલાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુપ્રીમ અને હાઈકોર્ટની જુનિયર વકીલોને પ્રોત્સાહન આપવાની વાતથી વિપરીત, જજ કેસ શીખવા બેઠેલા જુનિયરોને પણ બહાર કાઢી મૂકે છે. આક્ષેપો અનુસાર, જજ સ્ટાફ અને વકીલોને સતત ભય હેઠળ રાખે છે.
ગ્રામ્ય કોર્ટના જજ સામે ડિસ્ટ્રિક્ટ બારનો વિરોધ: જામીન અરજીઓમાં વિલંબ મુદ્દે ગંભીર આક્ષેપો
ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ શહેરમાં તાજીયા જૂલુસ યોજાનાર છે. આ જૂલુસ ફાટા તળાવથી શરૂ થઈ ફુરજા બંદર સુધી પહોંચશે. આયોજનના કારણે, 25મી જૂનની રાત્રે 9 વાગ્યાથી 26મી જૂનની સવારે 4 વાગ્યા સુધી અને 26મી જૂનની બપોરે 3 વાગ્યાથી 27મી જૂનની સવારે 4 વાગ્યા સુધી, ફાટા તળાવથી જુમ્મા મસ્જિદ અને ફુરજા બંદર સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. લોકોને ટ્રાફિક જામ અને અસુવિધા ટાળવા માટે પાંચબત્તી, લલ્લુભાઈ ચકલા, જુનાબજાર, વસંત મીલ ઢાળ અને પીરકાંઠી જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી છે.
ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી ફુરજા માર્ગ બંધ: તાજીયા જૂલુસને કારણે ટ્રાફિક ડાયવર્ઝન
૧૦૧૩ જોડાણો તપાસી ૩૨.૧૫ લાખની વીજચોરી ઝડપી
ભરૂચ જિલ્લામાં વીજ વિભાગે સતત બીજા દિવસે વીજ ચોરી સામે સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું. વહેલી સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન વરેડિયા, સેગવા, કહાન, કોઠી, વાતરસા અને કુરચણ સહિતના વિસ્તારોમાં ૨૫ ટીમો દ્વારા ૭ કલાકમાં ૧૦૧૩ વીજ જોડાણો તપાસવામાં આવ્યા. આ તપાસમાં કુલ ૩૪ કિસ્સામાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરતા કુલ રૂપિયા ૩૨.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી વીજ ચોરીને અટકાવવા માટે વિભાગ સતત પ્રયાસર છે.
૧૦૧૩ જોડાણો તપાસી ૩૨.૧૫ લાખની વીજચોરી ઝડપી
અમદાવાદના સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ
કઠવાડા નજીક આવેલા સિંગરવા ગામમાં પંચાયત દ્વારા બાળકોને શાળા જવા માટે અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. ગામની મહિલાઓ 'મેક ઈન સિંગરવા' ટેગ સાથે 1600 સાયકલ તૈયાર કરશે. આ યોજનાથી બાળકોને સાયકલ મળશે અને ગામની 500 મહિલાઓને રોજગારી સાથે આત્મનિર્ભર બનવાની તક મળશે. ગામલોકોના લોકફાળાથી 65 લાખના ખર્ચ સામે 45 લાખ એકત્ર થયા છે. મહિલાઓને સાયકલ પાર્ટ્સ જોડવાની તાલીમ આપવામાં આવશે, અને તૈયાર થયેલી સાયકલ પર મહિલાનું નામ અને 'મેક ઈન સિંગરવા' ટેગ હશે. આ 'નવચક્ર યોજના' મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત ઝુંબેશને આગળ ધપાવશે.
અમદાવાદના સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ
નવસારી મિથિલા નગરીમાં પ્રથમ વરસાદે રસ્તાઓ પર કાદવ
નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં ચોમાસાના પહેલા વરસાદે જ રસ્તાઓની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. રસ્તાઓ પર ખાડા અને ગંદા પાણી ભરાતા સ્થાનિકો, બાળકો, મહિલાઓ અને વડીલો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. દ્વિ ચક્રીય વાહનો સ્લીપ થવાના અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારીઓ ફેલાવાનો ભય છે. કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રહીશો રોષે ભરાયા છે.