સુરત: ખાનગી શાળાઓનું SMC માં વિલીનીકરણ, હવે સંચાલન અને ટ્રસ્ટીની જવાબદારી સુરત મહાનગરપાલિકા સંભાળશે.
સુરત: ખાનગી શાળાઓનું SMC માં વિલીનીકરણ, હવે સંચાલન અને ટ્રસ્ટીની જવાબદારી સુરત મહાનગરપાલિકા સંભાળશે.
Published on: 10th March, 2026

સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સ્તરને વધુ વ્યાપક બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. સુરતની બે ખાનગી ગ્રાન્ટેડ શાળાઓ હવે SMC હેઠળ આવશે. સ્થાયી સમિતિએ શાળાઓના વહીવટને મનપા હસ્તક લેવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ શાળાઓનું 'સુમન હાઈસ્કૂલ'માં રૂપાંતર થશે અને સંપૂર્ણ જવાબદારી મનપાની રહેશે. શિક્ષણ જગતમાં આ પ્રથમ કિસ્સો છે.