લોકાપર્ણ: ₹240 લાખના ખર્ચે બનેલ ઈન્દિરાનગર શાળાનું લોકાપર્ણ.
લોકાપર્ણ: ₹240 લાખના ખર્ચે બનેલ ઈન્દિરાનગર શાળાનું લોકાપર્ણ.
Published on: 30th March, 2026

ભાવનગર શહેરના ઈન્દિરાનગરમાં ₹240 લાખના ખર્ચે બનેલી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કર્યું. આ શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ડૉ. વાજાએ જણાવ્યું કે દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષણક્ષેત્રે વ્યાપક સકારાત્મક પરિવર્તનોની વાત કરી. શાળામાં 18 વર્ગખંડો, લાઈબ્રેરી, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ રૂમ અને ડિજિટલ બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.