અમરેલીમાં જાનની બસ પલટી, 25 જાનૈયા ઘાયલ.
અમરેલીમાં જાનની બસ પલટી, 25 જાનૈયા ઘાયલ.
Published on: 30th March, 2026

અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘાયલ થયા. ભાવનગરથી જામનગર પરત ફરતી 'પાર્થ ટ્રાવેલ્સ'ની બસને ડ્રાઈવરને ઝોકું આવતાં અકસ્માત થયો. 40 જેટલા લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સદનસીબે મોટી જાનહાનિ ટળી.