વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ ની સિંગવડ કૉલેજમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ ની સિંગવડ કૉલેજમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન
Published on: 11th August, 2026

સિંગવડ ખાતે શ્રી એસ.આર.ભાભોર આર્ટ્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, તહેવારો અને પ્રકૃતિ સાથેના જીવનને ચિત્રો દ્વારા અને આદિવાસી સમાજના યોગદાન તથા વિકાસ જેવા વિષયો પર નિબંધો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. આદિવાસી મહાપુરુષોના બલિદાન અને જળ-જંગલ-જમીનના સંરક્ષણ પર પણ લખાણ થયું. પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા.