પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા 5 મહાનુભાવો અને ગુજરાતના 35 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકો તથા આચાર્યોનું ભાવપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને વૈદિક સૂક્ત પાઠથી થયો. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગરને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત વિવિધ પુરસ્કારો અર્પણ કરાયા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં ગુરુનું કાર્ય ચારિત્ર્ય નિર્માણ અને લક્ષ્ય નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ
Sabarkantha: ગામડી ગામની સીમમાંથી 10 ફૂટનો અજગર પકડાયો
વડાલી : વડાલી હાથરવા હાઈવે રોડ ઉપર ગામડી ગામનું પાટીયુ આવેલું છે. આ ગામડી ગામના પાટીયાથી ગામડી ગામ તરફ્ જવાના રસ્તે નાળિયાની અંદર ગામડી ગામના મેહુલ કુમાર દિનેશભાઈ બારોટનું ખેતર આવેલું છે. આ ખેતરમાં સવારે 10 ફૂટ લાંબો અજગર દેખાતા રોડ ઉપરથી પસાર થતા પ્રવીણભાઈ બારોટે વડાલી ફેરેસ્ટ ખાતાને જાણ કરી હતી. જેને લઇ ફેરેસ્ટ ખાતાના માણસો તાત્કાલિક દોડી આવી અજગરને કોથળામાં પૂરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
Sabarkantha: ગામડી ગામની સીમમાંથી 10 ફૂટનો અજગર પકડાયો
ખેડા જિલ્લાના ખાખરિયા ગામનું 999 વીઘાનું તળાવ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશી
અંગ્રેજોના શાસનકાળમાં ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામમાં 999 વીઘામાં બનેલું તળાવ 'મીની સરોવર' તરીકે પ્રખ્યાત છે. સતત વરસાદને કારણે આ ઐતિહાસિક તળાવ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો છે. આ તળાવના પાણીથી ફ્તેપુરા, બૈડપ, ગંગાના મુવાળા, તખું ના મુવાળા અને માયરા ના મુવાળા ગામોના લગભગ 100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા છે, જેથી આગામી સિઝનમાં પાણીની અછત ટળી શકે છે.
ખેડા જિલ્લાના ખાખરિયા ગામનું 999 વીઘાનું તળાવ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશી
ખેડા: વાત્રક અને શેઢી નદીઓમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ખેડા જિલ્લામાં અને રાજ્યભરમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદનું જોર ઘટ્યા બાદ, છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસ્યો છે, જેના પરિણામે નદીઓ અને તળાવોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને ખેડા શહેર પાસે વહેતી વાત્રક અને શેઢી નદીઓમાં સતત નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે, જે ખેડૂતો માટે આનંદના સમાચાર છે.
ખેડા: વાત્રક અને શેઢી નદીઓમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખે ભારે વરસાદથી અસરગ્રસ્ત 8 ગામોની મુલાકાત લીધી, તાત્કાલિક રાહત માટે સૂચના
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશ તડવીએ ભારે વરસાદને કારણે નુકસાન પામેલા ખેડા તાલુકાના આઠ ગામોની મુલાકાત લીધી. આ ગામોમાં સાંખેજ, સમાદરા, કાજીપુરા, કનેરા, કઠવાડા, ધરોડા, ચિત્રાસર અને કલોલીનો સમાવેશ થાય છે. તેમણે સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વરસાદથી પ્રભાવિત લોકોને ઝડપથી મદદ પહોંચાડવાનો હતો. પ્રમુખે સરપંચોને ગ્રામજનોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી.
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખે ભારે વરસાદથી અસરગ્રસ્ત 8 ગામોની મુલાકાત લીધી, તાત્કાલિક રાહત માટે સૂચના
ખેડાના ખુમરવાડ ડીપમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
ખેડા નગર પાલિકાના ખેડા કેમ્પથી ખુમરવાડ તરફ જતા રસ્તા પર આવેલી ડીપમાં શનિવારે બપોર પછી પાણી ભરાતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. ગરનાળા પર પાણી આવી જતાં ખુમરવાડ ડીપનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે. ખેડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત કરી રસ્તો બંધ કરાવ્યો હતો. પોલીસે બેરીકેટ લગાવી બંદોબસ્ત ગોઠવ્યો છે. રવિવારે પણ ડીપમાં પાણીની સ્થિતિ યથાવત જોવા મળી હતી.
ખેડાના ખુમરવાડ ડીપમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
બનાસકાંઠા: થરાદ નર્મદા કેનાલમાં યુવક-યુવતીના હાથ બંધાયેલી હાલતમાં મળ્યા મૃતદેહ
થરાદ પાસેની મુખ્ય નર્મદા કેનાલમાં ચુડમેર પુલ નજીકથી એક યુવક અને યુવતીના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમની ઓળખ છતી થઈ ન હતી. પોલીસ તપાસમાં યુવક રાજસ્થાનનો હોવાનું બહાર આવતા તેના પરિવારનો સંપર્ક કરાયો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંનેના હાથ કપડાંથી એકબીજા સાથે બંધાયેલા હતા. આ અંગે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા: થરાદ નર્મદા કેનાલમાં યુવક-યુવતીના હાથ બંધાયેલી હાલતમાં મળ્યા મૃતદેહ
છોટાઉદેપુરમાં AEIAT પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોનો ઉત્કૃષ્ટ દેખાવ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) ની 208 જગ્યાઓ માટે જાહેર થયેલી પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગૃપાચાર્ય રાઠોડ કિશનકુમાર ખેમાભાઈએ પ્રાથમિક પરીક્ષામાં 25991 ઉમેદવારોમાંથી 67મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં પણ તેમણે 1342 ઉમેદવારોમાંથી ટોપ 35 માં સ્થાન મેળવી 129.25 ગુણ પ્રાપ્ત કર્યા. વહીવટી નિયમોના પેપર 2 માં 80.25 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં ટોચનો ક્રમ મેળવી પોતાની વહીવટી કુશળતા દર્શાવી છે.
છોટાઉદેપુરમાં AEIAT પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોનો ઉત્કૃષ્ટ દેખાવ
છોટાઉદેપુર કલેક્ટરની પૂરગ્રસ્ત જસ્કી ગામની મુલાકાત, રાહત-બચાવ કામગીરીનું નિરીક્ષણ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નસવાડી તાલુકાના જસ્કી અને ધનીયાઉમરવા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. કલેક્ટર ગાર્ગી જૈને આ વિસ્તારોની મુલાકાત લઈને પૂરની સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે જસ્કી ગામ ખાતે ધોવાઈ ગયેલા રસ્તાનો એપ્રોચ જોયો અને અસરગ્રસ્ત પરિવારોના ઘરોની મુલાકાત લીધી. કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ સાધી તાત્કાલિક સુવિધાઓ અને સહાય પૂરી પાડવા સૂચના આપી. ધનીયાઉમરવા ગામમાં ઓવરફ્લો થયેલા તળાવની સ્થિતિની સમીક્ષા કરી ગ્રામજનોની સુરક્ષા માટે સતર્ક રહેવા જણાવ્યું.
છોટાઉદેપુર કલેક્ટરની પૂરગ્રસ્ત જસ્કી ગામની મુલાકાત, રાહત-બચાવ કામગીરીનું નિરીક્ષણ
દંખેડા ગામે દેવ સિંચાઈની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર આક્ષેપો સાથે મોટું ગાબડું
જરોદના દંખેડા ગામે ભારે વરસાદ બાદ દેવ સિંચાઈની માઇનોર કેનાલમાં એક મોટું ગાબડું પડ્યું છે. આ ઘટનાને કારણે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા, જેના પરિણામે ઊભો પાક ધોવાઈ ગયો. આ ઉપરાંત, નજીકમાં આવેલા ઇંટોના ભઠ્ઠાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. આ કેનાલ માત્ર ચાર-પાંચ મહિના પહેલા જ બનાવવામાં આવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટરના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. અચાનક આવેલા પાણીને લીધે ખેડૂતો અને ભઠ્ઠા સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે.
દંખેડા ગામે દેવ સિંચાઈની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર આક્ષેપો સાથે મોટું ગાબડું
છોટાઉદેપુર જિલ્લામાં 4 નાની સિંચાઈ યોજનાઓ એલર્ટ, નીચાણવાળા ગામોને સાવચેત કરાયા
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે જેતપુરપાવી અને નસવાડી તાલુકાની 4 નાની સિંચાઈ યોજનાઓમાં પાણીની સતત આવક થતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. કુંદનપુર અને ઝેર નાની સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો થઈ છે, જ્યારે હરવાંટ અને લિન્ડા ટેકરા નાની સિંચાઈ યોજનાઓ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને કારણે નીચાણવાળા ગામોના રહેવાસીઓ, ખેડૂતો, પશુપાલકો અને રાહદારીઓને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં 4 નાની સિંચાઈ યોજનાઓ એલર્ટ, નીચાણવાળા ગામોને સાવચેત કરાયા
Chhotaudepur: નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં આવેલો ઉડેટ ધોધનો અદ્ભુત નજારો
વરસાદી ઋતુ શરૂ થતાં જ નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં વસેલો ઉડેટ ધોધ ફરી એકવાર પોતાના મનોહર સ્વરૂપમાં ખીલી ઊઠયો છે. લીલાછમ વૃક્ષો, હરિયાળાં પહાડો અને ગાઢ જંગલની વચ્ચે ઊંચાઈ પરથી ખળખળ વહેતી જળધારા સમગ્ર વિસ્તારના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહી છે. જેને જોવા સહેલાણીઓ ઊમટી પડયાં હતા.
Chhotaudepur: નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં આવેલો ઉડેટ ધોધનો અદ્ભુત નજારો
પંચમહાલ: ક્વાંટના રામી ડેમમાં જંગી પાણીની આવક, જળસંગ્રહમાં ઐતિહાસિક વધારો
છેલ્લા ત્રણ દિવસના ધોધમાર વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રામી ડેમમાં જળસંગ્રહમાં 62% થી વધુનો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની સતત આવકથી ડેમનું જળસ્તર 189.90 મીટરથી વધીને 195.40 મીટર થયું છે, જેના પરિણામે ડેમ 82.25% ભરાઈ ગયો છે. આ વધારાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. તેવી જ રીતે, સુખી ડેમમાં પણ જળસંગ્રહ 77.19% થી વધીને 83.06% થયો છે, જેના કારણે સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા છે.
પંચમહાલ: ક્વાંટના રામી ડેમમાં જંગી પાણીની આવક, જળસંગ્રહમાં ઐતિહાસિક વધારો
ભરૂચ: ચોમાસામાં ખીલેલી પ્રકૃતિ માણવા જાંબુઘોડા અને પાવાગઢમાં પ્રવાસીઓનો મેળાવડો
શહેરના ઘોંઘાટિયા જીવનથી ત્રસ્ત થયેલા વડોદરાના શહેરીજનો રજાના દિવસોમાં જાંબુઘોડા અભયારણ્યની મુલાકાત લે છે. હાલ ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે, ત્યારે પાવાગઢ-જાંબુઘોડા વિસ્તારમાં હજારો સહેલાણીઓ ઊમટી પડ્યા હતા. હાલોલ-બોડેલી નેશનલ હાઈવે પર કારના ખડકલા જોવા મળ્યા હતા. રવિવારે એક જ દિવસમાં આશરે 25 હજાર જેટલા પ્રવાસીઓએ જાંબુઘોડા અભયારણ્ય તેમજ શક્તિપીઠ પાવાગઢના આહલાદક નજારા માણ્યા હતા.
ભરૂચ: ચોમાસામાં ખીલેલી પ્રકૃતિ માણવા જાંબુઘોડા અને પાવાગઢમાં પ્રવાસીઓનો મેળાવડો
દ્વારકામાં જન્માષ્ટમી પહેલાં હાથી ગેટ અને રૂક્ષ્મણી મંદિર માર્ગ પર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ વધુ તેજ કરી છે. રવિવારે હાથી ગેટ અને રૂક્ષ્મણી મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદે દબાણો સામે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી માર્ગને અવરજવર માટે ખુલ્લો કરાયો. લાખો શ્રદ્ધાળુઓના સરળ અવરજવર અને વાહનવ્યવહાર અવરોધાય નહીં તે માટે આયોજનબદ્ધ કાર્યવાહી કરાઈ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દ્વારકામાં જન્માષ્ટમી પહેલાં હાથી ગેટ અને રૂક્ષ્મણી મંદિર માર્ગ પર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
કણભા ગામના તમામ ફળિયા RCC રોડ અને બ્લોક પેવીંગથી સુસજ્જ, યુવાધન સ્વચ્છતા માટે સક્રિય.
કણભા ગામ, બોરસદ તાલુકાના વિકાસમાં આગેકૂચ કરી રહ્યું છે. સરકારી યોજનાઓ અને છેલ્લા બે દાયકાથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની જાગૃતિને કારણે ગામમાં RCC રોડ, પગદંડી રસ્તાઓ અને બ્લોક પેવીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ગામમાં પાણી માટે વોટર વર્કસ, પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી દવાખાના જેવી આવશ્યક સુવિધાઓ છે. ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, અને યુવાનો નિયમિત સફાઈ અભિયાનમાં ભાગ લે છે. ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે, અને ગામમાં દૂધ મંડળી પણ કાર્યરત છે.
કણભા ગામના તમામ ફળિયા RCC રોડ અને બ્લોક પેવીંગથી સુસજ્જ, યુવાધન સ્વચ્છતા માટે સક્રિય.
ઇડર નજીક રેલવે ટ્રેક પર ગંભીર અકસ્માત: ટ્રેનની અડફેટે યુવકનું મોત
ખેડબ્રહ્મા-અસારવા રેલવે ટ્રેક પર ઇડર તાલુકાના મોહનપુરા ગામ નજીક રવિવારે સવારે ટ્રેનનો અવાજ ન સંભળાતા એક યુવક ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ગબ્બર તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો રહેવાસી હતો અને ઇડર વિસ્તારમાં મજૂરી કરતો હતો. આ ઘટનાના પગલે પરિવારજનો અને સાથી મજૂરોમાં શોક છવાયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઇડર નજીક રેલવે ટ્રેક પર ગંભીર અકસ્માત: ટ્રેનની અડફેટે યુવકનું મોત
પાટણમાં માખણીયા ડમ્પિંગ સાઇડનું પરિવર્તન: કચરાનો ડુંગર બનશે ઓક્સિજન પાર્ક
પાટણ શહેરની માખણીયા ડમ્પિંગ સાઇડ પર લાંબા સમયથી ચાલી રહેલા ટેન્ડર વિવાદ બાદ હવે માતૃ એનર્જી એજન્સી દ્વારા તેનું રીનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ 60 મેટ્રિક ટન કચરાના પ્રોસેસિંગ સાથે, શહેરને કચરાના દુર્ગંધયુક્ત ડુંગરોમાંથી મુક્તિ મળશે. આ સાઇડ હવે માત્ર કચરા નિકાલનું સ્થળ નહીં, પરંતુ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓક્સિજન ગ્રીન પાર્ક બનશે. આધુનિક પ્લાન્ટ કાર્યરત થતાં પ્રતિદિન 2000 મેટ્રિક ટન કચરાની વિસર્જન અને પ્રોસેસિંગ ક્ષમતા પ્રાપ્ત થશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, પોલ્યુશન બોર્ડ હવે રિપોર્ટ સીધો કલેક્ટરને સોંપશે, જે નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવશે.
પાટણમાં માખણીયા ડમ્પિંગ સાઇડનું પરિવર્તન: કચરાનો ડુંગર બનશે ઓક્સિજન પાર્ક
દેવશ્રી ડુંગરપુરીજીની ધૂણી: ઉત્તર ગુજરાતમાં વીરમપુર ગામની આગવી ઓળખ
પાલનપુર અને અંબાજી વચ્ચે સ્થિત અમીરગઢ તાલુકાનું વીરમપુર ગામ, સંત શ્રી 1008 દેવ ડુંગરપુરી મહારાજની પવિત્ર ધૂણીને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે. વર્ષો પહેલાં એક સિદ્ધ પુરુષે અહીં ભક્તિની જ્યોત પ્રગટાવી હતી, જે આજે પણ આદિવાસી અને ઠાકોર સમાજ સહિત હજારો શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે. અરવલ્લી પર્વતમાળા વચ્ચે વસેલા આ ગામની ઓળખ માત્ર તેના પ્રાકૃતિક સૌંદર્ય પૂરતી સીમિત નથી, પરંતુ અહીં આવેલી શ્રી 1008 દેવ ડુંગરપુરી મહારાજની પવિત્ર ધૂણી તેને વિશેષ બનાવે છે.
દેવશ્રી ડુંગરપુરીજીની ધૂણી: ઉત્તર ગુજરાતમાં વીરમપુર ગામની આગવી ઓળખ
પાલનપુરના દીક્ષિત ખંડેલવાલનું વિક્રમ-1 રોકેટ લોન્ચિંગમાં યોગદાન, ગુજરાતનું ગૌરવ
પાલનપુરની વિદ્યામંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એરોસ્પેસ એન્જિનિયર દીક્ષિત પારસકુમાર ખંડેલવાલે વિક્રમ-1 લોન્ચ વ્હીકલના ઐતિહાસિક સફળ લોન્ચિંગમાં મહત્વપૂર્ણ તકનીકી યોગદાન આપ્યું છે. તેમણે GNC એન્જિનિયર તરીકે ક્રિટિકલ ફ્લાઇટ સોફ્ટવેર, 6DOF ફ્લાઇટ સિમ્યુલેશન, કંટ્રોલ સિસ્ટમ, પ્રી-લોન્ચ એનાલિસિસ ટૂલ અને રિયલ-ટાઈમ ટેસ્ટિંગ પાઇપલાઇનના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. OILS અને HILS ટેસ્ટિંગ દ્વારા રોકેટ લોન્ચ પહેલાં ફ્લાઇટ સોફ્ટવેરની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં તેમની ભૂમિકા મુખ્ય હતી. હાલ તેઓ ઓલે સ્પેસમાં સિનિયર GNC એન્જિનિયર તરીકે ભારતના સ્પેસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે.
પાલનપુરના દીક્ષિત ખંડેલવાલનું વિક્રમ-1 રોકેટ લોન્ચિંગમાં યોગદાન, ગુજરાતનું ગૌરવ
ઝાલાવાડમાં ‘વન કવચ’ હેઠળ મિયાવાકી પદ્ધતિથી 15 હેક્ટરમાં 1.13 લાખથી વધુ રોપાનું વાવેતર
ઝાલાવાડ જિલ્લામાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવા માટે વન વિભાગ દ્વારા ‘વન કવચ’ યોજના અંતર્ગત જાપાની મિયાવાકી પદ્ધતિથી સઘન વૃક્ષારોપણ કરાયું છે. 2023-24 થી 2025-26 દરમિયાન 15 હેક્ટર જમીનમાં 1,13,955 થી વધુ રોપાઓનું વાવેતર થયું છે. આ પદ્ધતિથી વૃક્ષો 10 ગણા ઝડપથી ઉગી 30 ગણા વધુ ગીચ બને છે, અને 80-90% ઉછેર રેશિયો રહે છે. જમીનમાં જૈવિક કચરો, પાણી, શોષક સામગ્રી ઉમેરી ભેજ જાળવી રાખવામાં આવે છે. આ રોપાવાળી જમીનમાં લીંબડો, પોપળો, વડ, કણઝી જેવા વૃક્ષોનું વાવેતર કરાયું છે.
ઝાલાવાડમાં ‘વન કવચ’ હેઠળ મિયાવાકી પદ્ધતિથી 15 હેક્ટરમાં 1.13 લાખથી વધુ રોપાનું વાવેતર
અમર ગામ: વિકાસ, સ્વચ્છતા, સુવિધાઓ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
કુતિયાણા તાલુકાનું અમર ગામ સ્વચ્છતા અને વિકાસમાં નવી ઓળખ સ્થાપી રહ્યું છે. નવી ગ્રામ પંચાયત દ્વારા ઈ-રિક્ષા સેવા શરૂ કરાઈ છે, જેનાથી કચરાનો નિકાલ સરળ બન્યો છે. વડીલો માટે સિનિયર સિટીઝન ગાર્ડન અને આધુનિક સાર્વજનિક શૌચાલય, નવા બસ સ્ટેન્ડનું નિર્માણ પ્રગતિમાં છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પેવર બ્લોક, સીસીરોડ, પીવાનું પાણી, નવી સ્કૂલ, આંગણવાડી, સ્ટ્રીટલાઇટો અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રામજનોની એકતા અને ભાઈચારો ગામની વિશેષતા છે.
અમર ગામ: વિકાસ, સ્વચ્છતા, સુવિધાઓ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
રાણાવાવ તાલુકામાં ધો.3 ના પાઠ્યપુસ્તકો ન મળ્યા: જવાબદારો સામે કાર્યવાહીની માંગ
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શાળાઓમાં ધોરણ-3 ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતાં આમ આદમી પાર્ટીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની રજૂઆત કરી છે. શૈક્ષણિક સત્રનો મોટો ભાગ વીતી ગયો હોવા છતાં પુસ્તકો ન મળવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. સરકારના 'શાળા પ્રવેશોત્સવ' અને 'ગુણોત્સવ' જેવા આયોજનોની પોકળતા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે બાળકોને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો સમયસર મળતા નથી, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાણાવાવ તાલુકામાં ધો.3 ના પાઠ્યપુસ્તકો ન મળ્યા: જવાબદારો સામે કાર્યવાહીની માંગ
મઘરવાડા ગામ: 2700ની વસ્તીમાં 75% સાક્ષરતા દર, શિક્ષણનું વધતું પ્રમાણ
જૂનાગઢ નજીક કેશોદના મઘરવાડા ગામમાં 2500-2700ની વસ્તી સાથે શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે, જેના પરિણામે 75% સાક્ષરતા દર હાંસલ થયો છે, ખાસ કરીને યુવા પેઢીમાં. આ ગામ ધાર્મિક આસ્થા, પૌરાણિક ઇતિહાસ અને સુવિધાઓનું સુંદર મિશ્રણ પૂરું પાડે છે. અહીં રામ મંદિર, શંકર મંદિર, હનુમાનજી મંદિર, રામાપીર અને રાધા-કૃષ્ણ જેવા અનેક મંદિરો આવેલા છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. ગામમાં 24 કલાક વીજળી, પાણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, પોસ્ટ ઓફિસ અને 1 થી 8 ધોરણ સુધીની શાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
મઘરવાડા ગામ: 2700ની વસ્તીમાં 75% સાક્ષરતા દર, શિક્ષણનું વધતું પ્રમાણ
કચ્છના સફેદ રણમાં દરિયા જેવા પાણી: ધોરડોમાં હિલોળા લેતા મોજાનો અદભુત નજારો
દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છના સફેદ રણમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ પાણી ભરાઈ ગયા છે. દિવાળી પછીના સમયગાળામાં પ્રવાસીઓને આકર્ષતું આ સફેદ રણ હાલમાં દરિયાના મોજાની જેમ હિલોળા લેતા પાણીને કારણે વિશાળ સમુદ્ર જેવો અદભુત નજારો પેશ કરી રહ્યું છે. રણમાં ભરાયેલું આ પાણી કચ્છના આંતરિક ભાગો ઉપરાંત પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પણ આવે છે. જ્યારે સિંધમાં ભારે વરસાદ પડે છે, ત્યારે તે ક્રીક (ખાડી) મારફતે રણમાં પહોંચે છે અને સિંધરી લેકમાં એકત્ર થાય છે. આ લેક છલકાઈ જવા પર પાણી ધોરડો સુધી ફેલાઈ જાય છે.
કચ્છના સફેદ રણમાં દરિયા જેવા પાણી: ધોરડોમાં હિલોળા લેતા મોજાનો અદભુત નજારો
જયશંકર 'સુંદરી': ગુજરાતના સુવર્ણકાળના એક અદ્ભુત કલાકાર
વીડિયો યુગના આગમનથી છબીઘરોની અવદશા થઈ છે, ત્યારે ગુજરાતની રંગભૂમિના સુવર્ણકાળના શિલ્પી, પ્રસિદ્ધ અભિનેતા જયશંકર 'સુંદરી'ની વાત રસપ્રદ છે. તેઓ સ્ત્રી પાત્રો એટલી સહજતાથી ભજવતા કે મુંબઈની શેઠાણીઓ પણ તેમની સાડી પહેરવાની અને ચાલવાની રીતનું અનુકરણ કરતી. તેમને 'ગુજરાતી નાટક કંપની'માં બાપુલાલ નાયક સાથે લગભગ 70 નાટકોમાં 'નાયિકા'નો પાઠ ભજવી 'સુંદરી'નો ઇલકાબ મળ્યો. તેમની કળા, વસ્ત્ર પરિધાન અને પ્રતિષ્ઠા આજે પણ યાદ કરાય છે.
જયશંકર 'સુંદરી': ગુજરાતના સુવર્ણકાળના એક અદ્ભુત કલાકાર
નવસારી: બીલીમોરાના આતલીયા બ્રિજ પર વીજળીનો ટાવર નમી પડતાં ભયનો માહોલ સર્જાયો
બીલીમોરા નજીક આતલીયા અને ઊંડાચને જોડતા કાવેરી નદીના બ્રિજ પાસે વીજળીની મુખ્ય લાઇનનો ટાવર નમી પડ્યો હતો. થોડા દિવસ પહેલાં નદીમાં આવેલા પૂરના કારણે કિનારાની જમીન નરમ થતાં આ દુર્ઘટના બની હતી. ટાવર નમવાથી બ્રિજની લોખંડની રેલિંગને થોડું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે.
નવસારી: બીલીમોરાના આતલીયા બ્રિજ પર વીજળીનો ટાવર નમી પડતાં ભયનો માહોલ સર્જાયો
તવડી ગામના ગ્રામજનોની પૂર પ્રોટેક્શન વોલ બનાવવા અને બોટ સુવિધા માટે કલેક્ટરને રજૂઆત
નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નાગરિકો સાથે ચર્ચા કરી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કલેક્ટરે જલાલપોર તાલુકાના તવડી ગામની મુલાકાત લીધી જ્યાં ગ્રામજનોએ ભવિષ્યમાં પૂરના પાણીને ગામમાં પ્રવેશતા રોકવા માટે Protection Wall બનાવવા અને આપત્તિ સમયે બોટની કાયમી સુવિધા પૂરી પાડવા રજૂઆત કરી. આ દરમિયાન, 38 હજારથી વધુ અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય અને લગભગ 30 હજાર પરિવારોને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.
તવડી ગામના ગ્રામજનોની પૂર પ્રોટેક્શન વોલ બનાવવા અને બોટ સુવિધા માટે કલેક્ટરને રજૂઆત
Valsad: ડૉ. નાઇલ દેસાઇ ICOI ફેલોશિપથી સન્માનિત
વલસાડ : વલસાડના ડેન્ટલ સર્જન ડૉ. નાઇલ દેસાઇને વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા ICOI દ્વારા ફેલો તરીકે સન્માનિત કરાયા છે. ડૉ. નાઇલ દેસાઇએ ઇમ્પ્લાન્ટ ડેન્ટિસ્ટ્રીના ક્ષેત્રમાં આપેલ વિશેષ યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત ફેલોશીપ પ્રાપ્ત કરી છે. આ સિધ્ધિ સાથે વલસાડ અને દ.ગુજરાતના ડેન્ટલ ક્ષેત્રનું ગૌરવ વધ્યુ છે. આ પ્રતિષ્ઠિત ફેલોશીપ માટે ડૉ. નાઇલ દેસાઇની સાથે ઉદવાડાના ડૉ. ઉદય પટેલ તથા હાલોલના ડૉ. બંકિશ પટેલને પણ ICOI ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Valsad: ડૉ. નાઇલ દેસાઇ ICOI ફેલોશિપથી સન્માનિત
વાપીની કે.આર.દેસાઈ કોલેજ ઓફ પીટીસી ડી.એલ.એડ. પ્રથમ વર્ષમાં 100% પરિણામ સાથે ગૌરવપૂર્ણ સિદ્ધિ
વાપી સ્થિત કે.આર.દેસાઈ કોલેજ ઓફ પીટીસીના ડી.એલ.એડ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ 100% પરિણામ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પટેલ વિરેશ્વરી 85.67% સાથે પ્રથમ, કટારીયા કિંજલ અને ગાંવિત નેહલ 85.22% સાથે સંયુક્ત દ્વિતીય, જ્યારે પટેલ સિદ્ધિ 83.28% સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ સફળતામાં આચાર્ય સરોજબેન પટેલ અને પ્રાધ્યાપક કુંજલ ટંડેલના માર્ગદર્શનનું યોગદાન રહ્યું છે. સંસ્થાના ચેરમેન, કેમ્પસ ડાયરેક્ટર અને પ્રાધ્યાપકોએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા.
વાપીની કે.આર.દેસાઈ કોલેજ ઓફ પીટીસી ડી.એલ.એડ. પ્રથમ વર્ષમાં 100% પરિણામ સાથે ગૌરવપૂર્ણ સિદ્ધિ
દમણમાં નશામાં ધૂત સહેલાણીઓ દ્વારા પોલીસ સાથે દાદાગીરી, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો
દમણમાં ચોમાસા દરમિયાન દરિયાકિનારે જવા પર પ્રતિબંધ હોવા છતાં, કેટલાક નશામાં ધૂત સહેલાણીઓએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી. તેઓ સેલ્ફી લેતા અને જીવના જોખમે દરિયામાં નાહતા જોવા મળ્યા હતા. પોલીસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા, સહેલાણીઓએ અપશબ્દો બોલ્યા અને પોલીસને જ ખોટા ઠેરવ્યા. આ ઘટનામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તનો અભાવ સ્પષ્ટપણે વર્તાયો હતો. સ્થાનિક લોકોએ કડક પગલાં ભરવાની માંગ કરી છે.