નવસારીના બીલીમોરાના આતલીયા બ્રિજ પર વીજળીનો ટાવર નમી પડતાં ભયનો માહોલ
નવસારીના બીલીમોરાના આતલીયા બ્રિજ પર વીજળીનો ટાવર નમી પડતાં ભયનો માહોલ
Published on: 03rd August, 2026

બીલીમોરા નજીક આતલીયા અને ઊંડાચને જોડતા કાવેરી નદીના બ્રિજ પાસે વીજળીની મુખ્ય લાઇનનો ટાવર નમી પડ્યો હતો. થોડા દિવસ પહેલાં નદીમાં આવેલા પૂરના કારણે કિનારાની જમીન નરમ થતાં આ દુર્ઘટના બની હતી. ટાવર નમવાથી બ્રિજની લોખંડની રેલિંગને થોડું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે.