ઇડર નજીક રેલવે ટ્રેક પર ગંભીર અકસ્માત
ઇડર નજીક રેલવે ટ્રેક પર ગંભીર અકસ્માત
Published on: 03rd August, 2026

ખેડબ્રહ્મા-અસારવા રેલવે ટ્રેક પર ઇડર તાલુકાના મોહનપુરા ગામ નજીક રવિવારે સવારે ટ્રેનનો અવાજ ન સંભળાતા એક યુવક ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ગબ્બર તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો રહેવાસી હતો અને ઇડર વિસ્તારમાં મજૂરી કરતો હતો. આ ઘટનાના પગલે પરિવારજનો અને સાથી મજૂરોમાં શોક છવાયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.