છોટાઉદેપુરના નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં આવેલો ઉડેટ ધોધનો અદ્ભુત નજારો
છોટાઉદેપુરના નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં આવેલો ઉડેટ ધોધનો અદ્ભુત નજારો
Published on: 03rd August, 2026

વરસાદી ઋતુ શરૂ થતાં જ નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં વસેલો ઉડેટ ધોધ ફરી એકવાર પોતાના મનોહર સ્વરૂપમાં ખીલી ઊઠયો છે. લીલાછમ વૃક્ષો, હરિયાળાં પહાડો અને ગાઢ જંગલની વચ્ચે ઊંચાઈ પરથી ખળખળ વહેતી જળધારા સમગ્ર વિસ્તારના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહી છે. જેને જોવા સહેલાણીઓ ઊમટી પડયાં હતા.