ખેડાની વાત્રક અને શેઢી નદીઓમાં નવા નીરની આવક
ખેડાની વાત્રક અને શેઢી નદીઓમાં નવા નીરની આવક
Published on: 03rd August, 2026

ખેડા જિલ્લામાં અને રાજ્યભરમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદનું જોર ઘટ્યા બાદ, છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસ્યો છે, જેના પરિણામે નદીઓ અને તળાવોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને ખેડા શહેર પાસે વહેતી વાત્રક અને શેઢી નદીઓમાં સતત નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે, જે ખેડૂતો માટે આનંદના સમાચાર છે.