બમ્પ પર બાઇક ધીમી પાડવા જેવી નજીવી બાબતે પશુપાલક પર જીવલેણ હુમલો
બમ્પ પર બાઇક ધીમી પાડવા જેવી નજીવી બાબતે પશુપાલક પર જીવલેણ હુમલો
Published on: 20th September, 2026

ધંધુકાના મલતાન તળાવ પાસે બમ્પ આવતા મોટરસાયકલ ધીમી પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સમજાવવા ગયેલા પશુપાલક ભાનુભાઇ ઉર્ફે લાલાભાઇ સાટીયા પર બે શખસોએ લોખંડની પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાનુભાઇના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ધંધુકા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.