વલસાડના ગાંધીવાડીમાં યુવકે ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો
વલસાડના ગાંધીવાડીમાં યુવકે ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો
Published on: 20th September, 2026

ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવકે ગળા પર છરી ફેરવીને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. 32 વર્ષીય સોનુ કુમાર અશોક પ્રસાદ કુશવાહ નામના યુવકે શનિવારે બપોરે ગંભીર રીતે પોતાને ઇજા પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં મળેલા યુવકને તાત્કાલિક ઉમરગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.