મુન્દ્રા જૂના બંદરે દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન
મુન્દ્રા જૂના બંદરે દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન
Published on: 20th September, 2026

મુન્દ્રાના જૂના બંદર ખાતે સીમા જાગરણ મંચ, કામધેનુ યુનિવર્સિટી હેઠળ કાર્યરત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજ, પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રા તથા મહિલા પી.ટી.સી. કોલેજના સંયુક્ત ઉપક્રમે 'સ્વચ્છ સાગર અભિયાન' યોજાયું. આ અભિયાનમાં આશરે 60 વિદ્યાર્થીનીઓ સહિત 80થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. જૂના બંદર ખાતે દરિયાકાંઠાની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક અને અન્ય કચરાની બે ટ્રેક્ટર-ટ્રોલી એકત્રિત કરવામાં આવી. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.