વેરાવળ GIDCમાંથી રૂ. 3.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે 178 બોટલ સાથે 2 બુટલેગરને પકડ્યા.
વેરાવળ GIDCમાંથી રૂ. 3.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે 178 બોટલ સાથે 2 બુટલેગરને પકડ્યા.
Published on: 28th February, 2026

ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે વેરાવળ GIDCમાં રેડ કરી રૂ. 3.33 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને પકડ્યા. બાતમીના આધારે રામેશ્વર પેટ્રોલ પંપ પાસે રેડ કરવામાં આવી, જેમાં 178 બોટલ, કાર અને મોબાઈલ ફોન સહિત રૂ. 3,33,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.