બનાસકાંઠામાં દૂધ મંડળીમાં વિખવાદ, પશુપાલકોને નુકસાન, ચેરમેન પર મંત્રીને માર મારવાનો આરોપ
બનાસકાંઠામાં દૂધ મંડળીમાં વિખવાદ, પશુપાલકોને નુકસાન, ચેરમેન પર મંત્રીને માર મારવાનો આરોપ
Published on: 23rd April, 2026

બનાસકાંઠાના ધનિયાણા દૂધ મંડળીમાં વિવાદ થતા, ચેરમેન દ્વારા મંત્રી પર હુમલાના આક્ષેપથી ગ્રામજનોમાં રોષ છે. મંડળીને તાળાં લાગવાથી દૂધ ઉત્પાદકોની મુશ્કેલી વધી. મંત્રીએ 9% નફાનો નિર્ણય કરતા ચેરમેનને 'કટકી' બંધ થવાનો ડર હતો. આથી ચેરમેને મંત્રીને માર માર્યો હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોએ ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સભાસદો ન બદલાતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.