જામજોધપુરમાં બોલેરો પીકઅપમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 8 ભેંસ-પાડાં સાથે 2 શખ્સો ઝડપાયા
જામજોધપુરમાં બોલેરો પીકઅપમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 8 ભેંસ-પાડાં સાથે 2 શખ્સો ઝડપાયા
Published on: 11th October, 2026

જામજોધપુરમાં ગાય સર્કલ નજીક પોલીસે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી આઠ ભેંસ-પાડાં સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે રૂ. 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. 73,000ની કિંમતની આઠ ભેંસ-પાડાં અને રૂ. 2.50 લાખની બોલેરો પીકઅપનો સમાવેશ થાય છે. પશુઓને ત્રાસ થાય તે રીતે ખીચોખીચ ભરીને લઈ જવાતા હતા અને તેમની પાસે જરૂરી પાસ-પરમિટ પણ નહોતી. પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના દાનીશભાઈ મામદભાઈ હિંગોરા અને આરીફભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરાની ધરપકડ કરી પશુ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.