જામનગર નજીક ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી ટ્રકના વાયર અને ઇન્વર્ટર બેટરીની ચોરી
જામનગર નજીક ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી ટ્રકના વાયર અને ઇન્વર્ટર બેટરીની ચોરી
Published on: 18th September, 2026

જામનગર નજીક રામપર પાટિયા પાસે આવેલ શ્રી મોમાઈ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ દિવાલ કૂદી પ્રવેશ કર્યો હતો. તેઓએ ટ્રકના ECM ઇલેક્ટ્રિક લૂમ વાયર, મેઈન ECM લૂમ વાયર અને આલ્ફા કંપનીની ઇન્વર્ટરની બેટરી મળી કુલ રૂ.69,000 ની ચોરી કરી હતી. ટ્રાન્સપોર્ટના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. CCTV ફૂટેજમાં ત્રણ શખ્સો રાત્રે 1 થી 3 વાગ્યા દરમિયાન ચોરી કરતા દેખાયા હતા. પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.