કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! લાઈ-ડિટેક્ટર ટેસ્ટની માંગ
કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! લાઈ-ડિટેક્ટર ટેસ્ટની માંગ
Published on: 02nd July, 2026

પૂણેના બિલ્ડર કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલનો લાઈ-ડિટેક્ટર (પોલીગ્રાફ) ટેસ્ટ કરાવવા કોર્ટમાં મંજૂરી માંગી છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રત્યક્ષ પુરાવાના અભાવે સત્ય બહાર લાવવા આ ટેસ્ટ જરૂરી છે. સિયા અને સહ-આરોપી ચેતન ચૌધરી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે મોબાઈલ ડેટા ડિલીટ થયાની આશંકા વચ્ચે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને લોહગઢ કિલ્લા પર ક્રાઈમ સીનનું પુનઃનિર્માણ કરીને ઘટનાક્રમની તપાસ આગળ વધારી છે.