IND vs ENG T20 મેચ વરસાદમાં ધોવાઈ, અભિષેક અને શ્રેયસની ફિફ્ટી એળે
IND vs ENG T20 મેચ વરસાદમાં ધોવાઈ, અભિષેક અને શ્રેયસની ફિફ્ટી એળે
Published on: 02nd July, 2026

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી, જે ઈંગ્લેન્ડમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી ફિફ્ટી છે. શ્રેયસ અય્યરે પણ 9મી T20I ફિફ્ટી પૂરી કરી. વરસાદના કારણે બીજી ઈનિંગ શરૂ થઈ શકી નહોતી. આ 5 મેચની સિરીઝની બીજી T20 મેચ 4 જુલાઈના રોજ રમાશે.