અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બની આવેલા યુવકે સોનાના દાગીના ચોર્યા
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બની આવેલા યુવકે સોનાના દાગીના ચોર્યા
Published on: 02nd July, 2026

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની છે. એક અજાણ્યો યુવક ગ્રાહક બનીને આવ્યો અને મહિલા સ્ટાફની નજર ચૂકવીને લગભગ ₹2,80,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયો. તેણે 18 કેરેટના 30 ગ્રામ વજનના સોનાના ઝુલાનું પેકેટ તેની બેગમાં મૂકી દીધું. બાદમાં, 'હું પાછળથી આવીને ખરીદી જઈશ' કહીને તે ફરાર થઈ ગયો. માસિક સ્ટોકની ગણતરી વખતે ચોરીની ઘટના સામે આવતાં CCTV ફૂટેજ ચેક કરાયા હતા. આ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.