અમદાવાદમાં સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને નોકરી અને ક્રિકેટ સિલેક્શનના નામે લાખોનો ચૂનો ચોપડ્યો.
અમદાવાદમાં સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને નોકરી અને ક્રિકેટ સિલેક્શનના નામે લાખોનો ચૂનો ચોપડ્યો.
Published on: 02nd July, 2026

અમદાવાદમાં ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રજ્ઞેશ બારહાટે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં સિલેક્શન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. પ્રોફેસરે 99,000 રૂપિયા લઈને સિલેક્શન કરાવવાનું કહ્યું હતું, પરંતુ સમય જતાં વિદ્યાર્થીઓને મેઈલ આવ્યો નહીં અને પ્રોફેસરે ફોન બંધ કરી દીધો. અન્ય બે વિદ્યાર્થીઓ પાસેથી પણ નોકરીના નામે 15-15 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ કુલ 1.29 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.