ગેસ કનેક્શન કપાવાની બીક બતાવી વેપારી સાથે રૂ.8.26 લાખની ઠગાઈ
ગેસ કનેક્શન કપાવાની બીક બતાવી વેપારી સાથે રૂ.8.26 લાખની ઠગાઈ
Published on: 25th September, 2026

અમદાવાદના થલતેજમાં રહેતા 62 વર્ષીય વેપારીને Adani Gas કનેક્શન કપાઈ જવાની ખોટી નોટિસ મોકલી ગઠિયાઓએ રૂ.8.26 લાખની ઠગાઈ કરી છે. ગેસ બિલ અપડેટ અને મીટર અનલોક કરવાના બહાને APK ફાઈલ અને Google Form લિંક મોકલી, WhatsApp વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગ કરાવી ICICI અને HDFC બેંકના ક્રેડિટ કાર્ડ તથા OTPની વિગતો મેળવી લીધી. આ રીતે 22 ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયા સેરવી લીધા હતા. આખરે બેંકમાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ થતાં વેપારીને ઠગાઈનો અહેસાસ થયો.