અમદાવાદમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચેતજો
અમદાવાદમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચેતજો
Published on: 25th September, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસના 2021થી જુલાઈ 2026 સુધીના આંકડા દર્શાવે છે કે શહેરમાં 5,145 રોડ અકસ્માત થયા, જેમાં 1,226 લોકોના મોત થયા. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને વધુ પડતી ઝડપ મુખ્ય કારણો છે. ટુ-વ્હિલર અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવું મોતના મોટાભાગના કિસ્સાઓ માટે જવાબદાર છે. SG હાઈવે, સિંધુભવન રોડ જેવા સ્થળોએ ઓવરસ્પીડિંગ અને મોડી રાત્રે થતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે.