અમરેલીના બાબરામાં ચેકડેમમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા
અમરેલીના બાબરામાં ચેકડેમમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા
Published on: 25th September, 2026

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટાદેવળીયા ગામે એક દુઃખદ ઘટના બની, જ્યાં ચેકડેમમાં નાહવા ગયેલા 4 યુવાનો ઊંડા પાણીમાં ડૂબી ગયા. આ કરુણ ઘટનામાં બે સગા ભાઈઓ, ભલા પ્રવીણભાઈ જેઠવા અને સગીર કેવિન પ્રવીણભાઈ જેઠવા, જેઓ રાજકોટના જેતપુરના વતની હતા અને મોટાદેવળીયા પોતાના મામાના ઘરે આવ્યા હતા, તેઓ પણ સામેલ હતા. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.