જામનગર શહેરમાં દીપક ટોકીઝથી દરબારગઢ સુધી મનપાની સવારની કાર્યવાહી
જામનગર શહેરમાં દીપક ટોકીઝથી દરબારગઢ સુધી મનપાની સવારની કાર્યવાહી
Published on: 25th September, 2026

જામનગર શહેરમાં દીપક ટોકીઝથી દરબારગઢ સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદોને પગલે મનપાની એસ્ટેટ શાખા દ્વારા વહેલી સવારથી જ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી. યુવરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળની ટીમે 10 રેકડીઓ, 30 વજનકાંટા, છત્રીઓ અને શાકભાજીના કેરેટો સહિતનો સામગ્રી જપ્ત કરી, જેના બે ટ્રેક્ટર ભરાયા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જાહેર રસ્તા પરના દબાણો દૂર કરી વાહનવ્યવહાર સુગમ બનાવવાનો છે.