વલસાડ પારડી હાઇવે પર કન્ટેનર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત
વલસાડ પારડી હાઇવે પર કન્ટેનર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત
Published on: 25th September, 2026

વલસાડના પારડી હાઇવે પર શુક્રવારે એક ભયાનક અકસ્માત થયો જેમાં સાસુ અને વહુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પારડીથી ખરીદી કરીને મોપેડ પર પરત ફરી રહેલા બંનેને પુરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરે ટક્કર મારી હતી. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પીછો કરીને તેને અતુલ હાઇવે પર પકડી પાડ્યો. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.