હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરતમાં 17 ફૂટની બાપ્પાની મૂર્તિનું હજીરા ખાતે ક્રેનથી વિસર્જન
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરતમાં 17 ફૂટની બાપ્પાની મૂર્તિનું હજીરા ખાતે ક્રેનથી વિસર્જન
Published on: 25th September, 2026

સુરતમાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ જામ્યો છે. હજીરા પોર્ટ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 17 ફૂટની વિશાળ ગણેશ પ્રતિમાનું ક્રેન વડે ભવ્ય વિસર્જન કરાયું. આ દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. સુરતમાં 21 કૃત્રિમ અને 3 કુદરતી ઓવારા પર 90,000 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે. સુરક્ષા માટે 10,000 પોલીસકર્મીઓ અને ફાયર વિભાગની ટીમ તૈનાત છે. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી.