સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદીનું હૃદયરોગના હુમલાથી મોત, 70 વર્ષીય વૃદ્ધનું અવસાન.
સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદીનું હૃદયરોગના હુમલાથી મોત, 70 વર્ષીય વૃદ્ધનું અવસાન.
Published on: 14th March, 2026

સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી ખીમા સોમાભાઈ સાબંડનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ ખાખરાથળના પશુપાલક હતા અને 2020માં હત્યા કેસમાં આરોપી હતા. અગાઉ પણ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. જેલ સત્તાવાળાઓએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી, જ્યાં અકસ્માતે મોતની નોંધ થઈ અને પીઆઈ આર. એમ. સંગાડા તપાસ કરી રહ્યા છે.