જામનગરમાં વહેલી સવારે ઝાકળ છવાઈ, વિઝિબિલિટી ઘટી
જામનગરમાં વહેલી સવારે ઝાકળ છવાઈ, વિઝિબિલિટી ઘટી
Published on: 14th March, 2026

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ઝાકળ છવાઈ. ઉનાળામાં ઠંડકથી શિયાળા જેવો અનુભવ થયો. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી. હવામાનમાં ભેજ વધવાથી ઝાકળ, મિશ્ર ઋતુના કારણે સ્વાસ્થ્ય પર અસર અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી.