રાજકોટ રેલવે દ્વારા હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે આધુનિક વેગન શેડ તૈયાર
રાજકોટ રેલવે દ્વારા હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે આધુનિક વેગન શેડ તૈયાર
Published on: 14th March, 2026

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને હાપા યાર્ડ ખાતે રૂ. 35.41 કરોડના ખર્ચે આધુનિક સંયુક્ત વેગન શેડ બનાવ્યો. ગતિ શક્તિ યુનિટ દ્વારા ૧.૫ વર્ષમાં 95% કામ પૂર્ણ. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને લાભ થશે, માલસમાનનું પરિવહન ઝડપી અને સુરક્ષિત થશે તથા રેલવેની આવક વધશે. આ શેડ 172 મીટર લાંબો અને 25 મીટર પહોળો છે. જેમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.