ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન
ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન
Published on: 09th August, 2026

રાજકોટની ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. યુવતી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને લાચારી વ્યક્ત થઈ છે. તેણે ભાઈ-બહેનના ભણતરની ચિંતા વ્યક્ત કરી, ભવિષ્યના જન્મમાં ફરી એ જ માતા-પિતા બનવાની ઈચ્છા દર્શાવી. બેનની ફી અને પોતાના ખાતામાં રહેલા પૈસા પરિવારને આપવાની વિનંતી કરી. "કોઈ રોતા નહીં" અને "કોઈ સાથે ભાગી નથી ગઈ" જેવા શબ્દોથી તેને અંતિમ સંદેશ આપ્યો. પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.