દાહોદના દેવગઢબારીઆ શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો વધતો ત્રાસ
દાહોદના દેવગઢબારીઆ શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો વધતો ત્રાસ
Published on: 09th August, 2026

દેવગઢબારીઆ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ નગરજનો માટે મોટી સમસ્યા બની ગયો છે. પશુપાલકો દૂધ ઉત્પાદન બાદ પોતાના પશુઓને ખુલ્લેઆમ રસ્તાઓ પર છોડી દે છે. શહેરના બજાર વિસ્તારોમાં અને સ્ટેટ હાઇવે પર આ ઢોરોનો અડિંગો જામેલો રહે છે. શાળાએ જતા બાળકો અને વાલીઓને ભારે મુશ્કેલી પડે છે. વાહનચાલકો માટે પણ આ રખડતા ઢોરો અકસ્માતનું કારણ બની શકે છે, જે ચિંતાનો વિષય છે.