પંચમહાલના ગોકળપુરા ગામમાં રસ્તા પર ઝાડી-ઝાંખરાથી વાહનચાલકોને ભારે હાલાકી
પંચમહાલના ગોકળપુરા ગામમાં રસ્તા પર ઝાડી-ઝાંખરાથી વાહનચાલકોને ભારે હાલાકી
Published on: 09th August, 2026

પંચમહાલના શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં ટેકરા ફ્ળિયાથી ગ્રામ પંચાયતને જોડતો રસ્તો સાંકડો બની ગયો છે. રસ્તાની બંને બાજુ દબાણો વધી જવાને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે છે. આ દબાણોમાં માટી, ઈંટો અને બાંધકામનો કાટમાળ શામેલ છે. વધુમાં, વળાંક પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાને કારણે અકસ્માતનો ભય રહે છે. ગામના જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી તંત્ર પાસે કાર્યવાહીની માગ કરી છે.