અમદાવાદના સરસપુરમાં ૮ મહિનાથી પીવાના પાણીની તંગી
અમદાવાદના સરસપુરમાં ૮ મહિનાથી પીવાના પાણીની તંગી
Published on: 09th August, 2026

અમદાવાદના સરસપુરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ૮ મહિનાથી યથાવત છે. આ વિસ્તારના ૩૦૦૦થી વધારે રહીશો, જેમાં મોટાભાગે મહિલાઓ, પાણી ભરવા માટે સંઘર્ષ કરી રહી છે. મહિલાઓ ડોલ લઈને નજીકની સોસાયટીઓમાં લાંબી લાઈનો લગાવવા મજબૂર છે. અનેક રજૂઆતો છતાં મ્યુનિસિપાલિટી દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવી પાણીની ટાંકી બન્યા બાદ પણ પાણીની સમસ્યા યથાવત છે.