બોટાદ વોર્ડ નં-10 હરણકુઈમાં ગંદકી, કાચા રસ્તા, ડહોળા પાણીથી જનઆંદોલનની ચીમકી
બોટાદ વોર્ડ નં-10 હરણકુઈમાં ગંદકી, કાચા રસ્તા, ડહોળા પાણીથી જનઆંદોલનની ચીમકી
Published on: 09th August, 2026

બોટાદ શહેરના વોર્ડ નં-10 હરણકુઈ વિસ્તારમાં પ્રજાપતિ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે હાલાકીમાં છે. ગંદા, કાચા રસ્તા અને ગંદકીના કારણે ચોમાસામાં સમસ્યા વધે છે. નિયમિત સફાઈનો અભાવ અને આઠ દિવસે આવતું ડહોળું પીવાનું પાણી સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. તબેલાઓ અને ગંદા પાણીના કારણે બાળકોના આરોગ્યને જોખમ ઊભું થયું છે. રાજકીય આગેવાનોના વિસ્તારમાં સુવિધાઓ મળે છે, પરંતુ આ ગરીબ વિસ્તારને અવગણવામાં આવે છે. તાત્કાલિક સ્થળ મુલાકાત, સફાઈ, ચોખ્ખું પાણી અને પાકા રસ્તાની માંગણી કરવામાં આવી છે. નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.