ભાવસિંહ ઝાલાના UPI ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા હતા, ફાયર સેફ્ટી રિન્યુઅલમાં કમિશન
ભાવસિંહ ઝાલાના UPI ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા હતા, ફાયર સેફ્ટી રિન્યુઅલમાં કમિશન
Published on: 09th August, 2026

અમદાવાદ મ્યુનિ.ના પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વહીવટદાર ભાવસિંહ ઝાલાના ખાતામાં UPIથી પૈસા ટ્રાન્સફર થતા હતા. ઝાલા, ડોંગરેના અંગત કામો સંભાળતા અને તેમના સીએફઓ બન્યા બાદ તમામ વહીવટ તેમના હાથમાં હતો. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ માટે નક્કી કરાયેલા ભાવોમાં ચીફ ફાયર ઓફિસરનું કમિશન ઉમેરાતા ખર્ચ બમણો થતો હતો. 2024માં એક સુવ્યવસ્થિત ‘રેટ કાર્ડ’ અમલમાં આવ્યું, જેમાં NOC રિન્યુઅલ માટે FSO ચાર્જ ઉપરાંત CFOનું કમિશન પણ વસૂલાતું હતું.