ગોંડલના બેટાવડ ગામમાં વાડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો
ગોંડલના બેટાવડ ગામમાં વાડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો
Published on: 12th September, 2026

ગોંડલ તાલુકા પોલીસે બેટાવડ ગામની એક વાડીમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે જુગાર રમતી મહિલા સહિત કુલ 20 શખસોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ. 52,800 ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. આ દરોડા ભાગીયા દ્વારા જુગારનો અખાડો શરૂ કરાયો હોવાની બાતમીના આધારે કરવામાં આવ્યો હતો. SP અને DySP દ્વારા જુગાર-દારૂ પ્રવૃત્તિઓ પર ઝીરો ટોલરન્સ નીતિના સૂચનોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી.